ઉખાણા

http://bkdabhi.blogspot.in/

૧) તમે આવતાતા અમે જતાતા,
અમને દેખીને તમે રોઈ શું પડ્યા?
૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં
 ૩) રાતમાં રહું છું,
પણ દિવસમાં રહેતો નથી
દીવો કરો તો,
દીવાની નીચે સંતાઈ જાઉં છું
પણ દીવાની ઉપર હું રહેતો નથી
 ૪) કોઈ આપે છે, કોઈ ખાય છે,
ખાવા ને આપવા છતાંયે એ કોઇને પસંદ નથી
 ૫) લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર;
જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર
 ૬) વધ્યા કરે કાયમ, ક્યારેય એ ઘટતી નથી
દર વર્ષે એ આવે ત્યારે, ગમતું છતાંયે ગમતું નથી
 ૭) પાળીતો છું, પણ કૂતરો નથી
નકલ કરું છું, પણ વાંદરો નથી૮) ઝાડનું છોકરું ને ઘેર ઘેર વસતું;
હજાર ચીજો થાય, જે સુથાર ઘરે રમતું
૯) રાઇ દેવામાં રાણી હું, ફળ દેવામાં માહિર હું
ફળ રૂપે તો કોઈને ન ગમતી પણ,
મારું ધ્યાન ન રાખે તો જીવ એનો લેતી
 ૧૦) ન તો મને દાંત છે, ન તો મને મોઢું,
નવો નવો સજાવી લો તોયે
બટકું ભરી લઉં છાનું માનું
 ૧૧) આખું હોઉં તો પૂજામાં સમાઉં
તૂટી જાઉં તો ઉપયોગમાં આવું
 ૧૨) મારી પાસે છે શહેર, ગામ, તાલુકા ને જિલ્લા તોયે મારી પાસે ઘર નથી
મારી પાસે છે જંગલ ઘણા તોયે મારી પાસે વૃક્ષ ને વેલીઑ નથી
મારી પાસે છે નદી, તળાવ ને સમુદ્ર ઘણાં, પણ તોયે મારી ધરતી સૂકી
 ૧૩) ઉપર જાઉં, નીચે જાઉં
જ્યાં લઈ જવા માગો ત્યાં જાઉં
પર્વતોનાં શિખરો પર પણ જતી ને,
નીચે ખીણ સુધી પણ આવી જતી
લોકો કહે છે કે હું આવતી જતી ને લઈ જનારી છું
પણ તોયે મારી જગ્યાને છોડી ક્યાંય જતી નથી હું
 ૧૪) ચોટી પણ છે મને અને પગ પણ છે મને તોયે
મારી જગ્યા પરથી હલતો નથી તેવો હું અચલ છું
 ૧૫) દિવસે હું કામ કરું નહીં ને,
રાત્રીભર હું જાગતો રહું
તોયે દર મહિને પૂરું કમાઈ લઉં
 ૧૬) વીસ જણાના માથા કાપ્યાં તોયે
ન તો લોહી નીકળ્યું, અને ન તો ખૂન કર્યું
૧૭) જલીને બને ને, જલમાં રહે
આંખોને જોઈ ખૂસરો કહે
જલીને બનતો તોયે નજર ઉતારે
ને જલમાં રહી સુંદરતા વધારે
 ૧૮) સંજ્ઞામાં હું અક્ષર છું, સર્વનામમાં હું નથી
ફરી જ્ઞાનીમાં હું વસી જાઉં છું, મૂર્ખમાં હું વસતો નથી
નામ મારું કહો ચતુર સુજાણ હું બારાખડીનો ક્યો અક્ષર છું?
 ૧૯) વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી
દૂધ આપું તોયે હું ગાય નથી
મોળો છું તોયે હું મધુરો છું.
પૂજન કરો મારું ત્યારે દેવોનું હું પ્રતિક છું
 ૨૦) ફાટું છું પણ કપડું નથી
ફાટું ત્યારે અવાજ કરતું નથી
 ૨૧) સીટી એની ઘરે ઘરમાં વાગે
ખાવાનું એ ઝટપટ બનાવે
 ૨૨) નાક ઉપર આવીને શાનથી બેસે
પગને વાંકા વાળી કાન પર ગોઠવે
 ૨૩) ગંગાના નિર્મલ કિનારે હરિનાં દ્વાર ઝટપટ ખૂલે
મનની મનસા પૂરી કરી કરતી, સાધુ સંતો સૌ એને જુએ
 ૨૪) એનું પ્રત્યેક અંગ એ કામ આવતું એનાથી તો જીવન ચાલતાં
હરિયાળીની સાથે પ્રાણવાયુ આપી પોઝિટિવ એનર્જી વધારતાં
 ૨૫) ચોંસઠ ખાનાનાં મેદાનમાં બાળકો ને મોટાઓ રમે
વિશ્વને મળતું ભારતદેશ તરફથી દાન, એને જોઈ ખેલાડીઓને આવતું તાન
૨૬) દૂર-સુદૂર સુધી લઈ જાય સવારીઑ,
ક્યાંક ઘણો માલ સામાન નાખે
એક માં ની પાછળ પાછળ ગાડીને ચાલતી જુઓ
 ૨૭) સૂરમાં હું શાંતિથી વસું છું પણ તાલમાં હું રહેતો નથી
સ્વરમાં હું રહું છું પણ સ્પંદનમાં હું દેખાતો નથી
જુઓ બારાખડીનાં અક્ષરમાં પણ હું સમાયો છું,
તો જરા વિચારીને કહો તોચતુર સુજાણ
 ૨૮) વર્ષારાણી વાદળોનાં રથ પર બેસી ધરતી માથે આવતી
વર્ષા રાણીને આવતી જોઈને, એ તો ઠાઠથી ઉપર જતી
 ૨૯) એ તો કોણ છે જે
ઘર તો લઈ લે છે આખું
પણ જગ્યા જરાપણ નથી રોકતું
 ૩૦) કાગડામાં છું પણ, હંસમાં નથી
ગાય-ભેંસમાં છું પણ ઉંટમાં નથી
                                                                                                                                                                                           



જવાબ : ૧] ધુમાડો   ૨] ચંદ્ર   ૩] અંધારું   ૪] ગુસ્સો અને માર   ૫] શિયાળ   ૬] ઉંમર-આયુ       ૭] પોપટ   ૮] લાકડું   ૯] રાઇફલ   ૧૦] જોડા (ચંપલ, બૂટ વગેરે)   ૧૧] નાળિયેર   ૧૨] નકશો-મેપ   ૧૩] સડક   ૧૪] પર્વત   ૧૫] રાતનો ચોકીદાર   ૧૬] નખ   ૧૭] કાજલ   ૧૮] અક્ષર-જ્ઞ ૧૯] નાળિયેર   ૨૦] દૂધ   ૨૧] પ્રેશર કૂકર   ૨૨] ચશ્મા   ૨૩] હરદ્વાર-હરિદ્વાર    ૨૪] વૃક્ષ વનસ્પતિ   ૨૫] શતરંજ   ૨૬] રેલ્વે   ૨૭] અક્ષર-ર   ૨૮] છત્રી  ૨૯] પ્રકાશ   ૩૦] કાળો રંગ
 ૧)  સવારે આવીને સાંજે જતો
                                                                   
રાત્રે પાછો ન દેખાતો.                                         
 ૨) મારી છાયા તું જ માં સમાતી,
                                                          
મોટી થતાં તું હું બની જતી.                                
 ૩) અંધારાને ચીરી આગળ વધતી                                                                                                                             જેમ આગળ વધતી તેમ રોશની પાથરતી જતી                        
 ૪) કાળો કલુટો છું તેમ છતાં છે ન્યારી મારી શાન,
શિક્ષક                   લે છે મારાથી કામ, તેથી દઉં છું સૌને જ્ઞાન.                               
 ૫) આખી રાત જોઈ વર્ષા અનોખી, શહેર આખું સવારે ન્હાયું
પાણી તો ઘણું શુધ્ધ હતું, પણ પી ન શક્યું કોઈ.
 ૬) ઘણા લોકો મને કહે ફળ, તો ઘણા લોકો કહે શાક
ગોળ મટોળ ને લાલમ લાલ છું હું , મને ખાઈને રહો તરોતાજા.
 ૭ ) મને આગ લગાવો તો ગરમ પાણી વહેવા લાગે,
મારી આગ બુઝાવો તો ઠંડી પડી જામી જાઉં.
 ૮) માથા સાથે મારે અનોખો સંગ, ને પથારીમાં છે મારો અનોખો રંગ
બોજ ઉપાડું છું આપનો તોયે આરામથી આપને સુવડાવવાનું મારું કામ.
 ૯) દોડવામાં હું પાક્કો છું, શક્તિનું હું ઉદાહરણ છું
ઘણા રંગોમાં મળી જાઉં છું, મારું નામ બોલો ચતુર સુજાણ.
 ૧૦) બેસી રહે ઘરના ખૂણે એકલું અટુલું, ઘરની બહાર નથી જાતો
તોયે દુનિયાભરની વાતો સંભળાવું, ને સંદેશા તમારા સુધી પહોંચાડતો.
 ૧૧ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.
 ૧૨) બંનેની છે કાયા સરખી પણ રંગે તો છું જુદેરો
સાથે સાથે ચાલતાં ને સાથે સાથે ઊભા રહેતા, તોયે અમે એક કહેવાતાં.
 ૧૩) રાજા કરે રાજ ને દરજી સીવે કોટ
 ૧૪) રાજા જામે વસાવ્યું નગર
 ૧૫) વાંકા ચૂંકા પાટા,
અને આડી આવી નેર ..
 ૧૬) હું તો છું મા પણ મારા અનેક નામ
મારું છે મન નિર્મળ એવું, વહેતું ચારે કોર.
 ૭) મારી શીંગો ને ફૂલનું શાક સ્વાદેથીઓ ખવાય
શરીરના તો સોજા મટાડે, માટે જલ્દી કરો ઉપાય.
 ૧૮) મોટો મોટો પીળો પચરક છે, પણ છે મનમોહક
બગીચાની રોનક વધારતો ને દશેરાએ આવી દરવાજે બંધાતો.
 ૧૯) જાત જાતનાં ને ભાત ભાતનાં રંગે એ સોહાતો
રૂવાબ એનો રાજા જેવો પણ સુગંધે એ સૌને ગમતો.
 ૨૦) આસન ઢાળી બેઠો એ ભૂમિ પર, ખસવાનું નહીં એને નામ
ટાઢ, તડકો વરસાદ, ઠંડી હોય ભલે, પણ કરતો એ વિશ્રામ
 ૨૧) પાણી ભરવા નદી, દરિયે દોડી જાય
સ્થળ, જળ ઉપર ગાગર ઠેલવી હળવા હલકા થાય.
 ૨૨) ધોળા કપડાં પહેરી, મંદિર-મઠમાં વસતાં
દુનિયાથી અળગા રહીને વાત ધરમની કરતાં.
 ૨૩) દરિયા સાથે હાલક ડોલક થાતું, તરંગે એ તરતું
સફેદ એનો સઢ ફૂલે ત્યાં સમીર સાથે સરતું.
 ૨૪) રમતો ભમતો આગળ પાછળ જાય
ફરતાં ફરતાં થીજે ત્યારે, ગું ગું કરતો ગાય.
 ૨૫) તિરંગી સોહાય થાંભલા ઉપર, ઉપર જુઓ તો કેસરીયો સોહે
વચ્ચે શોભે સફેદ ને નીચે લીલુડો લહેરાય.
 ૨૬) વાગે નોબત, વાગે પાવો મીઠો
ઢોલ સાથે પડઘમ વાગે, માટે ગીતો ગાવા આવો.
 ૨૭) છીછરી તલાવડી , ચોબંધ બાંધી પાળ
પાણી વગરના આર બન્યા છે ચાર.
 ૨૮) ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય.

૨૯) ખટક્રે ખાટ હીંચોળે કડાં, ઉપર બેઠા બે જણાં
ખાય સોપારી ચાવે પાન, બે જણાં વચ્ચે બાવીસ કાન.
 ૩૦) ઝાકળબિંદુ મારી પૌત્રી ને વરસાદ મારો પુત્ર
ઠંડી મારી વહુ ને વિજળી મારી પત્ની તો હું કોણ છું તે કહો ચતુર નાર.
 ૩૧) એક જનાવર એવું
કે પૂછડે પાણી પીતું


કોયડા નો સાચો ઉકેલ :
૧] પડછાયો ૨] દીકરી ૩] વાહનોની હેડ લાઈટ ૪] બ્લેક બોર્ડ ૫] ઝાકળ ૬] ટામેટાં
૭] મીણબત્તી ૮] તકિયો/ ઓશિકા ૯] ઘોડો ૧૦] રેડિયો ૧૧] હાથી ૧] પડછાયો ૧૩] રાજકોટ … ૧૪]જામનગર ૧૫] વાંકાનેર ૧૬] નદી/સરિતા ૧૭] સરગવો૧૮] ગલગોટો ૧૯] ગુલાબ ૨૦] ડુંગર /પર્વત ૨૧] વાદળ ૨૨] યતી / જૈન ૨૩] વહાણ૨૪] ભમરડો ૨૫] તિરંગો / આપણો ભારતનો રાષ્ટ્ર ધ્વજ .૨૬] નગારું ૨૭] ચોપાટ / શતરંજ ૨૮] ઘંટી ૨૯] રાવણ મંદોદરી ૩૦] વાદળ ૩૧] દીવા ની વાટ
આભાર !
૧) લીલી માછલીના ઈંડા લીલા પણ,
માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.
 ૨) એ તો ભાઈ તો છે ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.
 ૩) નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ
પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ.
 ૪) એ તો ભાઈ તો ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.
 ૫) કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
 ૬) નાનેથી મોટું થાઉં, રંગબેરંગી પાંખો લગાવું
હવાની લહેરોમાં તરતું જાઉં, ફૂલો સંગે વાતો કરતું જાઉં.
 ૭) શ્રી હરિ થી પણ હું હરિયાળો છું
નાના મોટા સૌનો લાડકવાયો છું.
 ૮) વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી
બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી.
 ૯) બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી
કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે.
 ૧૦) નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
 ૧૧) ન તો હું સાંભળી શકું, ન તો હું બોલી શકું
આંખ તો મારે છે પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.
 ૧૨) ટર ટર ટર ટર કરતાં ગાય છે, જાણે પોતાનું ગીત સંભળાવે છે
જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.
 ૧૩) આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું,
જીવોની હું રક્ષા કરી , ફળ ફૂલનું દાન આપું છું.
 ૧૪) પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ
ભય જોઈને કોકડું વળતો, બની જાતો ખુદની ઢાલ.
 ૧૫) કાન મોટા ને કાયા નાની, ને કોમળ એના વાળ
કોઈ એને પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.
 ૧૬) છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર
લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.
 ૧૭) મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન
પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન.
 ૧૮) જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો
જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો.
 ૧૯) થાકવાનું ન મારે નામ, રાત દિવસ હું ચાલતી રહેતી
જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, આગળ વધવાનો સંદેશો હું જાતી.
 ૨૦) ખુલ્લા આસમાનમાંથી જનમું છું, લીલા ઘાસ પર સૂઈ જાઉં છું
મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.
૨૧) ન ખાય છે ન પીવે છે, બસ અજવાળાને સાથે લઈને ચાલે છે
પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.
૨૨) શાકભાજીમાં હું છું સૌથી કડવો, પણ ગુણ મારા અપાર
રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ.
 ૨૩) તડકો લાગે તો ઊભો થાતો, છાયોં આવે તો મરી જાતો
જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.
 ૨૪) જો તે જાય તો પાછો ન આવે, પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે
આખી દુનિયામાં ચર્ચા એની એ તો સૌથી બળવાન ગણાતો.
 ૨૫) એક બગીચામાં અનેક ફૂલ, ને તે ફૂલોનો છે એક રાજા
રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.
 ૨૬) ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર
બંધ ડબ્બાનું તાળું ખોલી, સામાન સઘળો લઈ જાતો.
૨૭) રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.
૨૮) જેમ જેમ  સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે
રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.
૨૯) સુવાની એ વસ્તુ છે પણ શાકભાજીવાળો વેચે નહીં
ભાવ તો વધારે છે નહી, પણ ભારમાં એ ભારી છે.
૩૦) અડધું છું ફળ ને અડધું છું ફૂલ,
કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.
સાભાર : સંકલન .. પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net
 મિત્રો,  ઉખાણા ભાગ૩ નો ઉકેલ જાણી લઈએ…. આપ સર્વે મિત્રોએ પોસ્ટ પસંદ કરી તે બદલ આભાર, થોડી મેહનત અમારા માટે લઇ અને  કોમેન્ટ્સ બોક્ષ પર સાચા -ખોટા જવાબ પણ આપવાની કોશિશ કરી હોત તો વધુ અમોને ખુશી થાત. ઠીક છે ફાસ્ટફૂડ ના સમયમાં અને જિંદગી ની ભાગદોડમાં કદાચ સમય પણ વિચારવાનો મેળવવો મુશ્કેલ બની ગયો હશે ?    હા, બે  પાઠક મિત્રો …  માધવભાઈ અને ઉષાબેન જાની એ જવાબ આપવા માટે કોશિશ કરી તે બદલ તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ.  …  સૌ મિત્રો નો  અભાર !
 ઉખાણા ભાગ ..૩  નો ઉકેલ … (જવાબ)
 ૧]  વટાણા ૨] સસલું ૩] કીડી ૪]  ઊંટ ૫]  હિપોપોટેમસ ૬]  પતંગિયું ૭]  ભગવાન કૃષ્ણ ૮]  છત્રી ૯] કોયલ ૧૦]  હરણ ૧૧]  ચોપડી ૧૨]  દેડકા ૧૩]  વૃક્ષ ૧૪]  કાચબો ૧૫]  સસલું ૧૬]  કરોળિયો ૧૭]  અગરબત્તી ૧૮]  દર્પણ ૧૯]  ઘડિયાળ ૨૦]   ઝાકળ બિંદુ ૨૧]  પડછાયો ૨૨]  કારેલાં ૨૩]  પરસેવો ૨૪]   સમય ૨૫]  ચંદ્ર અને તારા ૨૬] પોસ્ટમેન ૨૭]  ચાંદામામા ૨૮]  સાબુ  ] ૨૯]  ખાટલો ૩૦]  ગુલાબજાંબુ
૧) ધેનુ ચરૈયા, બંસી બજૈયા
રાસ રચૈયા, કાલી નથૈયા ….
૨) નારાયણ નારાયણ કરતાં જગ આખામાં ફરતા
વાત કઢાવતા, દેવ દાનવોને લડાવતા
૩) મોટા થઈને ફરતા, રૂવાબ બતાવતા
હળ ખભે રાખતા, સંકર્ષણ કહેવાતા
૪) માતા રોહિણી સંગે સહેલી બનતા
મહીં મથવતા, ગોપીઓને ખીજાતા
૫) કાન્હના બાબા, ગૌધન સાચવતાને
ગોકુળ ગામના મુખીયા કહેવાતા

(જવાબ : ૧] ભગવાન શ્રીકૃષ્ણ ૨] મહર્ષિ નારદજી ૩] બલરામજી ૪] માતા યશોદાજી ૫]નંદબાબા )
પૂર્વી મલકાણ મોદી અને કામિની રોહિત મહેતા



૬) ખિલે એક ફૂલ
થાય અંધારું ડૂલ
૭) હાથી ઘોડા ફર્યા કરે પણ, પગ એમના ચાલે ના
સવાર પીઠે ઘૂમ્યા કરે, ને ફરવાની મજા લીધા કરે
૮) પીધા કરે પણ શરમ નથી
ચિતર્યા કરે પણ કલમ નથી
૯) કાગળની છે કાયા, અક્ષરની છે આંખ
અલકમલકની સહેલ કરાવે, ખૂલે છે જ્યારે પાંખ
૧૦) પંદર દિવસ વધતો જાય, પંદર દિવસ ઘટતો જાય
સૂરજની તો લઈને સહાય, રાત્રીભર પ્રકાશ પાથરતો જાય
૧૧) રંગે બહુ રૂપાળો છું
થોડું ખાઉં તો ધરાઇ જાઉં
વધુ ખાઉં તો ફાટી જાઉં
૧૨) પાણીનું અબૂકલું ઢબૂકલું છું, પાણીમાં જ રહીને ફરું છું
પાણીના તરંગોમાં નાચું છું, પાણીમાં જ તરવું મારૂ કામ છે
૧૩) અબૂકલું ઢબૂકલું, પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું
મારા અનેક રંગ છે, નાના મોટાઓનો આનંદ મારી સાથે છે
૧૪) અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું
અંદર લાલમ લાલ, કાપીને બહેનીને આપ
૧૫) લાલ કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દીવાલમાં ગયા સમાઈ
૧૬) આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી
૧૭) બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે
ગોળ ગોળ થાળ ફરતો જાય, પણ મોતી તેમાંથી એકપણ ન પડે
૧૮) વડ જેવા પાન ને શેરડી જેવી પેરી
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી
૧૯) ચાલે છે પણ જીવ નથી, હલે છે પણ પગ નથી
ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી
૨૦) ધોળું ખેતરને કાળા ચણા
હાથે વાવ્યાં ને મોં એ લણ્યા
૨૧) પઢતો પણ પંડિત નહિ, પાંજરે પૂર્યો પણ ચોર નહિ
ચતુર હોય તેઓ ચેતજો, મધુરો પણ મોર નહિ
૨૨) સૂરજ સામે મન ભરીને જોયા કરે
સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને
૨૩) ધોમધખતો તડકો તાતો,
પાંદડીઑ પર ઝીલી
ઘર પાસે કેવો રહેતો ખિલી
૨૪) તડકો તાતો ચોમેર તપતો રહેતો
જામે ખરો ઉનાળો ત્યારે
પીળો પચરક વનવગડે ખિલતો રહેતો
૨૫) વનવગડે વસ્તી વગર ઊગી નીકળે,
સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો
એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા
૨૬) સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય
રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી જાય
૨૭) ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય
જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય
૨૮) ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય
દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો
આપણી પાસે ખોલતું જાય.

જવાબ:
૬] દીવો ૭] ચકડોળ (મેરી ગો રાઉન્ડ) ૮] પીંછી ૯] પુસ્તક ૧૦] ચંદ્ર ૧૧] ફૂગ્ગો ૧૨] માછલી
૧૩]પતંગ ૧૪] કલિંગર – (તડબુચ) ૧૫] કલિંગર – (તડબુચ) ૧૬] તારા ૧૭] તારા ૧૮]આંકડો
૧૯]હિંચકો ૨૦] અક્ષર ૨૧] પોપટ ૨૨] સુરજમુખી ૨૩] ગુલમહોર ૨૪] ગરમાળો ૨૫]આંકડો
૨૬] પારીજાત ૨૭] કેસૂડો ૨૮] ટેલિવિઝન – (ટીવી)

15 comments:

  1. *એક ઉખાણું*

    એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી
    *" વાત કરું તો વાર લાગે,*
    *ગાડુ ઉપડી જાય;*
    *એની સાસુ ને મારી સાસુ ,*
    *સગી માં- દીકરી થાય"*

    આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય

    ReplyDelete
  2. *એક ઉખાણું*

    એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી
    *" વાત કરું તો વાર લાગે,*
    *ગાડુ ઉપડી જાય;*
    *એની સાસુ ને મારી સાસુ ,*
    *સગી માં- દીકરી થાય"*

    આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય

    ReplyDelete
    Replies
    1. સસરા અને પુત્રવધુ

      Delete
  3. *એક ઉખાણું*

    એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી
    *" વાત કરું તો વાર લાગે,*
    *ગાડુ ઉપડી જાય;*
    *એની સાસુ ને મારી સાસુ ,*
    *સગી માં- દીકરી થાય"*

    આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય

    ReplyDelete
  4. Mami ji ane bhanej jamai no sabandh hoy

    ReplyDelete
  5. Mami ji ane bhanje jamai no sabandh hoy

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. આભાર પૂર્વીબહેન અને કામિનીબેન આ સમયે આપના જેવા ની ખાસ જરૂર છે,આ લોકડાઉં સમયે લોકો સમય પસાર કરવાના કોઈ માધ્યમો ગોતી રહ્યા છે તો આપના આ ઉખાણાં થી સારો એવો સમય પાસ થઈ જશે.ફરી ખૂબ ખૂબ આભાર

    ReplyDelete
  8. સસરા અને પુત્રવધૂ

    ReplyDelete
  9. નરનારી સૌ કોઈ ઘરે કાન પકડી ને વાતો કરે પ્રેમે પ્રેમે ચુમ્મી કરે પણ બેઉ ભેગાં ના મળે

    ReplyDelete
  10. નરનારી સૌ કોઈ ઘરે કાન પકડી ને વાતો કરે પ્રેમે પ્રેમે ચુમ્મી કરે પણ બેઉ ભેગાં ના મળે

    ReplyDelete
  11. પાદળી વાળા front

    ReplyDelete
  12. એક તળાવ એવું કે ચકલી ની ચાંચ ન ડુબે પણ હાથી મલ મલ ન્હાય

    ReplyDelete