જોડકણા


સગા સબંધી 

૧) ગાંધીબાપુ દેશનાં બાપુ, રહેતા હતાં સાદા મારા પપ્પાનાં બાપુ તે થાય મારાદાદા.

૨) મારા પપ્પા કેરાં બા મારા દાદી થાય સવારે પ્રભાતિયા ને સાંજે ભજન ગાય.

૩) દાડમનાં દાણા જેવાં મારા દાંત મજાનાં મારી મમ્મીનાં બાપુ તે થાય મારાનાના

૪) ખાતાં ખાતાં ઉધરસ ચઢે ત્યારે મને પાય પાણી મારી પીઠે વ્હાલ કરતી, મમ્મીની બા થાય મારી નાની.

૫)બહેનતો પરણીને સાસરે ચાલી ગઈ ને થઈ ગઈ પરાઈ કેવી બહેનીનાં વરને જ્યારે હું જોઉં છું ત્યારે કહું કે ઘરે આવજોબનેવી

૬)ભાઈનાં લગન લીધાં, જાનમાં કરી ખૂબ લહેર રૂમઝુમ કરતી ભાભી આવી ભાઈ સાથે ઘેર. 


૭) ચોમાસામાં વાદળ ગરજે, વીજ કરે કડાકા મારા પપ્પાનાં ભાઈ તે થાય મારા કાકા.

૮) કાકાની ઘરવાળી તે થાય મારી કાકી હોંશે હોંશે શીખવાડે જે લેસન હોય મારું બાકી

૯) દિવાળીમાં નાનાને ત્યાં નાખું હું મારા ધામા મારી મમ્મીનાં ભાઈ તેને હું કહું છુંમામા

૧૦) મામાની ઘરવાળી તે થાય મારીમામી હસીને કહે ભાણાભાઈ તમારી તબિયત તો ખૂબ જામી.

૧૧) મારી મમ્મી જેવુ વ્હાલ વરસાવી રહેતી ઉલ્લાસી તમને ખબર છે એ કોણ છે? તો છે મારીમાસી.

૧૨) માસીનાં ઘરવાળા થાય મારામાસા મેવા મીઠાઇ ને લાવે મીઠા પતાસાં

૧૩) મારા પપ્પાની બહેની તે હરખાય મને જોઈ નામ મારું સુંદર પાડ્યું એ તો મારા ફોઇ

૧૪) ફોઇનાં ઘરવાળાને કહું છું ચાલો જમવા ફુઆ જમીને પરવારે કે તરત લાગી જાય સૂવા.

૧૫) મારી બધી વાત સુણી, પપ્પા બોલ્યાં ધીમા ભારે હોંશિયાર તું , ને એ સાંભળી મલકી મારી મા


 ૧) ચોરી કરવા ચાલ્યાં ચોર, સોની પોળમાં થાતો શોર
સિપાહી મળ્યાં સામા, બાના ભાઈ તે મામા

૨) મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી સાડીનાં રંગ પાકા, બાપનાં ભાઈ તે કાકા

૩) કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલા કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ

૪) ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે
ફૂઆ ગયાં કાશી, બાની બહેન તે માસી


શાક ભાજી 

૧ ) મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું
જો ત્રણ મહિના મને ખાવ તો માણસ ઉઠાડું માંદુ.


) રાયતાની રાણી ને કચુંબરની મા, શાકની છે સાસુ તેમાં કહેવાય નહિ ના
ચોમાસાની કાકડી ને ભાદરવાની છાશ, તાવને તેડવા મોકલે માટે મૂઠીઓ વાળીને નાસ.

૩ ) સરગવા કેરી શીંગો કે ફૂલનું શાક સ્વાદેથી ખવાય
અંદર બહારના સોજા મટાડે, માટે ખાંતે કરો ઉપાય.

૪ ) પાલક, તાંદળજા ને મેથીની ભાજી
રોજ ખાવ તો તબિયત કરે તાજી.

૫ ) કોથમરી કહે હું તો છું ખૂબ લીલી લીલી
દાળશાકમાં નાખી જુઓ તો રહેશો તમે ખિલી.

૬ ) તૂરિયું કહે હું વાકુંચૂંકું, મારે માથે ધરી
મારા શાકમાં સ્વાદ લાવવા નાખ મીઠું ને મરી.

૭ ) ગલકું, તૂરિયું, કાકડી ને ભાદરવાની છાશ
તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.

૮ ) કાળી ચૌદશે જે ગલકા ખાય
તે નર નિશ્ચે રાજા થાય.

૯ ) આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.

૧૦ )કારતકે કારેલાં ખાય,
મરે નહિ તો માંદો થાય.

૧૧ ) કારેલું કહે હું તો કડવું બહુ, મારે માથે ચોટલી
જો ખાવાની મજા લેવી હોય તો કરો રસ ને રોટલી.

૧૨ )કંકોડું કહે હું ગોળમટોળ, મારા ડિલે કાંટા
ગરીબ બિચારા શું કરે, શ્રીમંતો બહુ ખાતા.

૧૩ )મૂળો કહે હું તો છું સફેદ રંગે, થાઉં જમીન મોઝાર
જો ખાવાની મજા જોઈએ તો, ખાઓ રોજ સવાર.

૧૪ )તાવ કહે હું તૂરિયાંમાં વસુ
પણ ગલકું દેખી ખડખડ હસું.

૧૫ )દૂધી કહે હું તો છું રસવંતી નારી
બારે મહિના ખાવ તો બનાવું શક્તિશાળી.

૧૬ )દૂધી કહે હું લાંબી લીસી, મારી પાસે છે છાલ
વધારે સ્વાદ જો લેવો હોય તો, નાખો ચણાની દાળ.

૧૭ ) મિરચી કહે અનોખા રંગની અનેરી હું, પણ ટોપી પહેરું નાની
તીખી તીખી ભડકા જેવી હું, કોઇની જીભ ના રાખું છાની

૧૮ ) પીળી લીલી લીંબુડી, ફળમાં રાખે રસ
રસ નિચોવી કાઢે તો, કાઢે દાંતનો કસ.

૧૯ )આદુના રસ સાથે મધ મેળવી ખાય તે પરમ ચતુર,
શ્વાસ, સળેખમ ને શરદી, તેનાથી ભાગે છે જરૂર.

૨૦ ) ચણો કહે હું લીલો,પીળો, કાળો ને વળી ખરબચડો
મારી સાથે ગોળ મેળવીને જે ખાય તેને બનાવું ઘોડા જેવો.

૨૧ ) મૂળો, ગાજર, બોર ને મોગરી
જે ખાય રાતે તે ન રહે રાજી.

૨૨ ) જુવાર બાજરીના રોટલા ને મૂળાના પાન
જે ખાય તેને બનાવું નવયુવાન.

૨૩ ) કમળકાકડી સરોવરે ખિલતી ને કોયલ કૂઉ કૂઉ ગાય
તરુવર ડાળે પંખી જાગે, ને સરવર પાળે ન્હાય.

૨૪ ) જમરૂખ સાથે દાડમ લાવો, લાવો દ્રાક્ષ ખાટી
પાર્થુ, મિલી તો ભણવા બેઠા હાથમાં રાખી પાટી.

૨૫ ) ઠળિયો તો ભૈ ખવાય નહિ, ઠળિયો ઊગી જાય
એ જો પેટમાં જઈને પડે તો બોરડી મોટી થાય.

૨૬ ) થડ પકડીને જગલો, જ્યાં હલાવતો નાળિયેરીના ઝાડ
ધબ કરતું પડે ઉપરથી નાળિયેર ને, તૂટે એની ટાલ.


૨૭ ) અંજીર લાવ્યાં, આલુ લાવ્યાં ને કાજુ મીઠા લાવ્યાં,
લીલી કાળી દ્રાક્ષ લાવ્યાં ને, નાનામોટા ને બહુ ભાવ્યાં.

પક્ષીઓં  અને પ્રાણીઓં 
૧) ચકલી બોલે ચીં….. ચીં
ટીંપું પાણી પી…..પી.

૨) ચકલી પેલી ચીંચીંકરતી, ઠાઠથી અરીસામાં જોતી ,
ટક ટક કરતી ચાંચો મારી, અક્કલ એની ખોતી.
૩) પોપટ બોલે સીતારામ
અરથનું એને નહીં કામ.
૪) કાગડા કાગડા કા……કા
મોટા અવાજે ગા…..ગા .
૫) કોયલ બોલે આંબાડાળે કૂ…….કૂ……કૂ
હોલો બોલે અગાશી પાળે ઘૂ……ઘૂ……. ઘૂ
૬) કૂકડા કૂકડા કૂકરે કૂક
ગાડી આવી છુક છુક છુક.
૭) શાહમૃગ છે પંખી મોટું, પણ ઊડવાનું ના જાણે,
ફાળ ભરતું ભાગી જાતું, પછી એને પકડવું શાને?
૮) કાળું ધોળું કાબરચીતરું કબૂતરું, લાગે છે બહુ ભોળું
ચણ નાખતાં ચણવા આવે, ઘૂ….ઘૂકરતું ટોળું
૯) મોર રૂપાળો કળા કરતો, ટેહૂક ટેહૂક ગાય
છમ્મક છમ્મક નાચે ત્યારે, ઢેલડ રાજી થાય.
૧૦) હંસ તરતો સરવર જળમાં, મોતી ચારો ચરતો
કમળ સાથે વાતો કરતો, હંસલી સાથે ફરતો.
૧૧) હોલો રાણો ભલો ભોળો, પર….ભૂ પર…..ભૂ ગાય,
ટૂંકી ચાંચે દાણા ચરતો, પછી ફરર ઊડી જાય.
૧૨) પોપટ બોલે સીતારામ, સમજનું નહિ એને કામ
સમજ્યા વગર બોલી જાતો, પોપટિયું છે એને જ્ઞાન.
૧૩) કોયલ રાણી કેવી શાણી, ઈંડા પોતાના સેવે નહીં
કાગડી કેરા માળામાં જઈને મૂકી આવે તહીં.
૧૪) ઇયળ સાવ નાની સુંવાળી, સળવળ કરતી જાય
અન્નના દાણામાં હરફર કરતી દાણા કોરી ખાય.
૧૫) નાનું શું પતંગિયુ, ને કેવું રંગબેરંગી પતંગિયુ,
ફૂલે ફૂલે ફરતું ને મીઠા મધના પ્યાલા પીતું,
મીઠા મધના પ્યાલા પીતું ને છાનીમાની વાતો કરતું.
૧૬) વન વગડે ને જંગલ મંગલ, સિંહ ભયંકર ડણકે
લાકડી લઈને વનવાસી દોડે, ભેંસ ને ગાય ભડકે.
૧૭ ) કૂતરો મારો શાણો કેવો, અજાણ્યા ને જોઈને ભસતો
ચોકી કરતો ઘરઆંગણે રાત આખી ફરતો.
૧૮) કાંગારુંની પૂછડી એ તો, બનતી એનો ટેકો
પેટ આગળ કોથળી માંહે, બચ્ચાને બેઠેલું જુઓ.
૧૯) જિરાફની તો ડોક લાંબી, ટૂંકા એના કાન
ઊંચા ઊંચા ઝાડો પરથી તોડી ખાતું પાન.
૨૦) જંગલ કેરી ઝાડીમાં તો, ગેંડો મળીયો સામો
જાડો પાડો લાગે જાણે હાથીભાઇનો મામો.
૨૧) રીંછ રૂડું વાળ થરકતું, છુમછુમ કરતું નાચે
મદારીની સોટી જોતાં છાપું લઈને વાંચે.
૨૨) બોલ બંદરિયા હૂ…..પ હૂ….., ઝૂલા ખાને ઝૂ….લ ઝૂ….
ઝૂલવું જો ના હોય તો………જાને ભણવા જા તું સ્કૂલ…………
૨૩) ડિલ પર પટ્ટા પીળા કાળા, જાણે લબડે સાપ
શિકાર કરવા વાઘભાઈ તો મારે છે મોટી તરાપ.
૨૪) કાળી કાળી ટીપકીઑ ડિલે, ચળકે કાળો રંગ
ઝાડ ઉપરથી દીપડાભાઈ તો મારે મોટી છલાંગ.
૨૫) કદરૂપી કાયા લઈને હિપો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
૨૬) ઊંટભાઈ તો ખૂબ ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.
૨૭ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.
૨૮ ) હોં……ચી હોં……ચી કરતો ગધેડો, લાંબે સાદે ગાય
વારે વારે ડફણા ખાતા અક્કલ એની જાય.
૨૯ ) ગાય રે ગાય, તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય
ચરી ચરીને તરસી થાય, પાણી પીવા તો નદીએ જાય.
૩૦ ) ઉંદર મામા ચૂં….ચૂં
સામે ઊભો હું…… છું.
૩૧ ) બકરી બોલે બેં……બેં
આલો-પાલો લે……લે
૩૨ ) મીની મીની મ્યાંઉ…..મ્યાંઉ
ઓરી આવ તો દૂધ પાઉં.
૩૩ ) સસલાભાઈ તો ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.
૩૪ ) ફેણ ચડાવી નાગ ડોલે, બોલે હોલા રાણા
ઝરણા પાસે તરણા ચરતાં, હરણા છાનાંમાનાં.
૩૫ ) બકરી પેલી કાળીધોળી, બેં…….બેં કરતી જાય
સીમ ખેતરે ચરતી ફરતી આલો પાલો વીણી ખાય.
૩૬ ) હરણ નમણું દેખાય પણ, ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
૩૭ ) અજગર ભારે ભરડો લેતો, ઝાડની ડાળીએ ઝૂકે
તરાપ મારી જીભ લબકારી, શિકાર મોંમાં મૂકે.
૩૮ ) ઐરાવત છે હાથી એવો, સાત સુંઢોવાળો
સુંઢે સુંઢે કમળ ધરતો, ત્યારે લાગે બહુ રૂપાળો.
જોડકણા 
૧)ચાંદોસૂરજરમતાતા,રમતાંરમતાંકોડીજડી
કોડીનાં મેં ચીભડા લીધાં, ચીભડે મને બી દીધાં
બીબધાંમેંવાડમાંનાખ્યાં,વાડેમનેવેલોઆપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું
દૂધમેંમોરનેપાયું,મોરેમનેપીંછુંઆપ્યું
પીંછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો
ઘોડોમેંબાવળેબાંધ્યો,બાવળેમનેશૂળઆપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી
માટીમેંકુંભારનેઆપી,કુંભારેમનેઘડોઆપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું
પાણીમેંછોડનેપાયું,છોડેમનેફૂલઆપ્યું
ફૂલ મેં મહાદેવને ચડાવ્યું, મહાદેવે મને ભાઈ આપ્યો
ભાઈમેંભાભીનેઆપ્યો,ભાભીએમનેસિક્કોઆપ્યો
સિક્કો મે ભાડભૂંજાને આપ્યો, ભાડભૂંજાએ મને ચણા આપ્યા
ચણાચણાહુંખાઈગયો,ફોતરાંફોતરાંભેગાકર્યા
ફોતરાં મેં ઘાંચીને આપ્યાં, ઘાંચીએ મને તેલ આપ્યું
તેલમેંમાથામાંનાખ્યું,માથાએમનેવાળઆપ્યો
વાળ મેં નદીમાં નાખ્યો, નદીએ મને પાણી આપ્યું
પાણીમેંઆંબેરેડ્યું,આંબાએમનેકેરીઆપી
કેરીકેરીખાઈગયો,ગોટલો…….?…..
……મેં ….વાવી દિધો બીજા આંબા ના છોડ માટે ……

)ભાઈનામામાઆવેછે,પેંડાબરફીલાવેછે
પેંડા બરફી મીઠાં, મામાના હેટ દીઠા ..

૩ ) લઈ લો પાટી, દફ્તર પોથી, આજે છે સોમવાર
ડબ્બો નાસ્તાનો ભુલશો મા, આજે છે મંગળવાર
દોડો દોડો ઘંટ વાગ્યો, આજે છે બુધવાર
ગુરુજનને જઇ વંદન કરજો, આજે ગુરુવાર
શુક્કરવારી ચણા ખાજો, આજે શુક્રવાર
જય બજરંગબલી ની બોલજો, આજે શનિવાર
રમતગમત ને હરવફારવા થાવ આજે તૈયાર
રાજા મજા ને સહેલનો દિવસ, આજે રવિવાર ..

૪)નદીમાઆવ્યાંપૂર,જશોનાદૂરદૂર
ભરાયાં સઘળે પાણી, જશે તમને તાણી ..

)ભાઈબહેનનીજોડી,લીધીનાનીહોડી
હોડી ચાલી દરિયાપાર, મોતીડાં લાવ્યાં અપાર ..

)ભાઈલોમારોડાહ્યો,પાટલેબેસીનાહ્યો
પાટલો ગયો ખસી, ભાઈ પડ્યો હસી ..

૭)માછલીરેમાછલી,રંગબેરંગીમાછલી
નાની નાની માછલી, મોટી મોટી માછલી
માછલીરેમાછલી,નદીનાપાણીમાંનાચતી
તળાવમાં ઝંપલાવતી, સાગરમાં એ મ્હાલત
માછલીરેમાછલી,જીવજંતુખાતી
મોતી પકાવતી, ઘણાંને બહુ ગમતી .

૮)હાલાંવાલાંનેહલકીઆંગણેવાવોનેગલકી
ગલકીનાં ફૂલ છે રાતા, ભાઈના મામા છે માતા
માતાથઈનેઆવ્યાં,આંગલાટોપી?રેલાવ્યા
ટોપીમાં છે નવી ભાત, ભાઈલો રમે દીને રાત ..

)એકડેએક,પાપડશેક
પાપડ કાચો, દાખલો સાચો
બગડેબે,રામનામલે
રામનામ કેવું, સુખ આપે તેવું
ત્રગડેત્રણ,રોટલીવણ
વાટકા ગણ, ઝટપટ ભણ
ચોગડેચાર,કરજોવિચાર
કોઠીએ જાર, હિંમત ન હાર
પાંચડેપાંચ,ચકલીનીચાંચ
ચકલી ઊડી, હોડી ડૂબી
છગડેછ,ગણવામાઢ
ઢ એટલે ઢગલો, ધોળો ધબ બગલો
સાતડેસાત,સાચીકરોવાત
વાતે થાય વડા, ઘીના ભરાય ઘડા
આઠડેઆઠ,વાંચજોપાઠ
પાઠ છે સહેલા, ઊઠજો વહેલા વહેલા
નવડેનવ,માટલીમાંજવ
જવ ગયા પડી, ડોસી ખૂબ રડી
એકડેમીંડેદસ,હવેથયુંબસ
મીલી મોડી જાગી,”બસગઈ ભાગી ..

૧૦)રાતજતીનેસુવાસલઈને,આવેનવુંપ્રભાત
વાતાવરણને મહેંકાવી દે, એનું નામ તો પારિજાત ! ..

૧૧)તડકોતાતોચોમેરતપતો,જામેખરોઉનાળો
વનવગડે પીળો પચરક હોય ત્યાં, ઝૂમે છે ગરમાળો ..

૧૨)વનવગડેઊગીનીકળે,આછાજાંબલીરંગે
એના ફૂલની માળા સોહે, હનુમાંજીના કંઠે આકડો સોહે ..

૧૩)ધોમધખંતોતડકોતાતો,પાંદડીપરઝીલી
ગુલમહોર ઘર પાસે ઊભો, કેવો રહેતો ખીલી ..

૧૪)જાતજાતનેભાતભાતનારંગેસોહેગુલાબ,
સુગંધ એની સૌને ગમતી, કેવો એનો રૂવાબ રાજા જેવો ..

૧૫)ધોમધખંતાઉનાળામાં,કેસૂડોકામણગારો
લાલ લાલ ચટ્ટક ખીલે તે, જાણે રંગ બેરંગી ફૂવારો ..

૧૬)મોટોમોટોગલગોટો,પીળોનેવળીમોહક
કોઈ જડે ના ઇનો જોટો, બાગની રોનક કેવી વધારતો ..
(૧) લાડ પિતાનાં, માની મમતા
બહેની કંઠે હાલરડું
તેવું મારું પ્યારું પ્યારું
અજોડ એવું જોડકણું
અડકો દડકો, દહીં દડૂકો
શ્રાવણ ગાજે, પીલુ પાકે
ઊલ મૂલ, ધતૂરાનું ફૂલ
સાકર શેરડી ખજૂર
ધનુષ્ય જેવું વાંકડિયું
સપ્ત રંગે સોહાય
જોવા એનું રૂપ નિરાળું
સહુનાં મન લોભાય
(૨) કારતકમાં ટાઢ આવી
માગશરમાં જામી
પોષ મહિને પતંગ લઈને
ટાઢને ભગાડી
મહા મહિને વસંતપંચમી
ઊડે રંગ ગુલાલ
ફાગણ મહિને હોળી આવી
રંગ ગુલાબી લાલ
ચૈત્ર મહિનો ગરમી લાવ્યો
વેકેશન વૈશાખ
જેઠ મહિને ગિલ્લી દંડા
રમતા લાગે થાક
અષાઢ મહિને આંધી સાથે
વાદળ વરસે ઝાઝાં,
શ્રાવણ મહિને સરોવર છલકે
શાકભાજી છે તાજા
ભાદરવામાં ભીંડા મકાઇ
લોકો હોંશે ખાય
આસો મહિને દિવાળીના
ફટાકડા ફોડાય
(૩) મિયાંજી ફૂસકી, બંદૂક ઠૂસકી
હાથમાં હોકો, લાવ મારો ધોકો
ઘરમાં વાંદો, પૂંછડે બાંડો
દાંતો કરડે, મૂછો મરડે
આમતેમ ઊડે, મિયાંજી કૂદે
ચારે બાજુ દોડાદોડી, બીબી સાથે જીભાજોડી
મિયાં મારે ધોકો, તૂટી ગયો હોકો
વાંદો ગયો છટકી, ફૂટી ગઈ મટકી
ચારે બાજુ પાણી, ઘર આખું ધૂળધાણી
બીબી બોલી ફટ છે પણ વાંદાભાઇનો વટ છે
(૪) શિયાળે ટાઢ, ગોદડાં કાઢ
ટાઢ ટાઢ કરીએ નહીં, ટાઢના માર્યા મરીએ નહીં
ઉનાળે તાપ, પાંખો આપ
ઊની ઊની લૂ વાય, પિન્ટુ નળ નીચે ન્હાય
ચોમાસે પાણી, છત્રી આણી
છત્રી છે રૂડી, કાગડો થઈ ઊડી !
(૫)  વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા
ચપટી બોર લાવતા, છોકરાં સમજાવતા
એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી, અરર……. માડી !
(૬) એકડે એક, પાપડ શેક
બગડે બે, તાલી દે
ત્રગડે ત્રણ, મણકા ગણ
ચોગડે ચાર, સોટી માર
પાંચડે પાંચ, કાગળ વાંચ
છગડે છ, લડશો ન
સાતડે સાત, સાંભળો વાત
આઠડે આઠ, ભજવો પાઠ
નવડે નવ, કરો કલરવ
દસડે દસ, હવે કરો બસ
(૭) વર્ષા રાણી વર્ષા રાણી
વાદળને એ લાવે તાણી
હસતે મોઢે કરતી લાણી
જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
(૮) આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને
કારેલાનું શાક
આવ રે વરસાદ, નેવલે પાણી
માંદલી છોકરીને
દેડકે તાણી
(૯) છોકરાં રે…..હો રે…….
ગોરો આવ્યો …….શું શું લાવ્યો?
પાન,સોપારી, પાનનાં બીડાં,
ભગરી ભેંસ, ભૂરીયો પાડો
એલચી દડો હંસલો ઘોડો
જેને બહેન વ્હાલા હોય તે
પેલા ઝાડને અડી આવે





No comments:

Post a Comment