જોક્સ



પત્નીએ પતિને પૂછ્યું : જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’
પતિ : હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે ?’
********
સાંભળ્યું….. ? પડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્કસ આવ્યા.
અરે વાહ, પણ એક માર્ક ક્યાં ગયો ?’
એ તમારો દીકરો લઈ આવ્યો.
********
એક કવિએ પોતાની કવિતા વાંચવાની શરૂ કરી.
વરસાદ આવવા દો !
અચાનક બધા શ્રોતાઓ ઊભા થઈને ચાલવા લાગ્યા. કવિએ નવાઈ પામીને પૂછ્યું : અરે બધા આમ ક્યાં જાઓ છો ?’
છત્રી લેવા !જતાં જતાં એક શ્રોતાએ કહ્યું.
********


મગન : બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે ?’
છગન : મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં ?’
મગન : ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે ?’
છગન : ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.
મગન : કેમ ?’
છગન : અરે, એટલી બધી મેગી ખાય કોણ ?’
********
ડોક્ટર : સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.
દર્દી : ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે ?’
ડૉકટર : તમે પૂરતું પાણી નથી પીતા.
********
શિક્ષક : કોઈ એવું વાક્ય બનાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી બધું આવે.
ટપુ : ઈશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી…’
********
સાયન્સના પ્રોફેસર : ઓક્સીજન કી ખોજ 1773 મેં હુઈ થી.
સન્તા : થેન્ક ગોડ….. મૈં ઉસ સે પહેલે પૈદા હોતા તો મર જાતા !
********
ભારતે મંગળ ગ્રહ પર મોકલેલું અવકાશયાન એટલું ધીમું ધીમું જાય છે કે જ્યારે તે મંગળ ગ્રહ પર ઉતરશે ત્યાં સુધીમાં…… દિપક ચોરસીયા કેમેરામેન મુકેશ સાથે એનું કવરેજ કરવા અગાઉથી પહોંચી ગયા હશે !
********
પત્ની : તમને શરમ નથી આવતી….હું એક કલાકથી બોલી રહી છું અને તમે દર મિનીટે બગાસાં ખાઓ છો……….
પતિ : હું બગાસાં નથી ખાતો……..હું કંઇક કહેવાનો પ્રયત્ન કરું છું
********
એક વ્યક્તિને કાનમાં ચળ આવી એટલે એણે કાનમાં ચાવી ફેરવવાનું શરૂ કર્યું. થોડો સમય વીત્યા પછી એક વ્યક્તિએ કહ્યું,’ભાઈસાબ ! જો સ્ટાર્ટ ન થાય તો ધક્કો મારી દઉં ?’
********
મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટરે એની પત્નીને કહ્યું : આ પાગલોની સાથે રહીને હું અડધો પાગલ થઈ ગયો હોઉં એવું લાગે છે.
પત્ની : ક્યારેક તો કોઈ કામ પૂરું કરો.
********
એક વ્યક્તિ ડૉકટર પાસે ગઈ અને કહ્યું : હવે મારાથી પહેલા જેટલું કામ નથી થતું.ડૉકટરે બધા ટેસ્ટ કર્યા અને કહ્યું : રોગ તો કંઈ નથી, તમે આળસુ થઈ ગયા છો.
દર્દી : આ વસ્તુને તમે ડૉકટરી ભાષામાં કહો જેથી હું મારી પત્નીને સમજાવી શકું.
********
છાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું : છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
છગન : કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.
********
પત્ની : ‘ ‘નારીનો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારીનો અર્થ છે શક્તિ.
પત્ની : તો પછી પુરુષનો અર્થ શું છે ?’
પતિ : સહન શક્તિ.
********
છોકરીવાળા : અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.
પંડિત : એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે !…’
********
વોટ્સ-અપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો : ક્યાં છે તું ?’
છોકરી : અત્યારે મારા પપ્પાની બી.એમ.ડબલ્યુ કારમાં ડ્રાઈવર મને કલબમાં છોડવા જઈ રહ્યો છે. હું સાંજે મળીશ. તું ક્યાં છે ?’
છોકરો : અમદાવાદની સીટી બસમાં તારી પાછળની સીટ પર બેઠો છું અને હા, મેં તારી ટીકિટ લઈ લીધી છે, એટલે તું લેતી નહીં…..’
********
અમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.
અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.
રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.
ભારતીય શાંતિથી બેઠો હતો.
ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : આની બહાર જેટલા પડે એટલા બધા મારા !
*****
એક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો
છોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.
એટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.
ઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’
છોકરીએ સાંભળીને બોલી : આઈ લવ યૂ.
…. એ સાંભળીને છોકરો બોલ્યો : વાયડી થા માઆ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.
*****


સંતા તેનાં સાસરે ગયો.
સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.
સંતા આખરે કંટાળ્યો.
આઠમા દિવસે સાસુએ પૂછ્યું, ‘જમાઈ, આજે શું ખાશો ?’
સંતા : ખેતર દેખાડી દો, જાતે જઈને ચરી આવું છું.
*****
છગનનું ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન લગાવવા ગયા ત્યારે
એકાએક છગન બોલ્યો : ડોક્ટર સાહેબ, એક મિનિટ જરા ઉભા રહો !
ડોક્ટર ઊભા રહી ગયા. છગને પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.
આ જોઈને ડોક્ટર સાહેબ બોલ્યા: અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે ? લઇ લઈશું એ તો….’
છગન : ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબહું તો મારા રૂપિયા ગણી રહ્યો છું….!’
*****
છોકરો ઇતિહાસની ચોપડી વાંચી રહ્યો હતો, એટલામાં તે મૂંઝવાયો એટલે તેનાં પપ્પાને તેણે પૂછ્યું:
પપ્પા તમે ક્યારેય ઇજિપ્ત ગયા છો ?’
પપ્પા : ના, કેમ શું થયું ?’
છોકરો : તો પછી તમે આ મમ્મીને ક્યાંથી લાવ્યાં ?’
*****
છગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે લોલ (lol)’ લખેલું જુએ ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે ?
બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે લોટસ ઓફ લવથતું હશે
એકવાર એની ગર્લ ફ્રેન્ડને એણે આ રીતે મેસેજ કર્યો :
પ્રિયે, મારા જીવનની એક માત્ર છોકરી તું જ છો… LOL’
*****
માલિક તેનાં નોકરને : અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.
થોડીવાર પછી
માલિક : અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યુંતું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
*****
પપ્પા : સંજુ, જરા તારો મોબાઈલ આપ તો…’
સંજુ : એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.
એમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા, બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યાં. આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા અને મેમરી કાર્ડ સુદ્ધાં ફોર્મેટ કરી નાખ્યું….
હા પપ્પા હવે લ્યો…’
પપ્પા : થેંક્યુ…. કંઈ નહીં…. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે માત્ર ટાઈમ જોવો હતો.
*****
મરઘીએ બાજ સાથે લગ્ન કર્યાં
મરઘો ગુસ્સે થઇ બોલ્યો : અમે મરી ગયાતા ?’
મરઘીએ કહ્યું : હું તો તારી સાથે જ લગ્ન કરવા માગતી હતી, પણ મારા મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે છોકરો એરફોર્સમાં હોય….’
*****
ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.
ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.દર્દીએ ગભરાતાં કહ્યું.
*****
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : હું તને મારી નાખીશનો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
*****
એક ભાઈની પત્ની ખોવાઇ ગઈ. અખબારમાં ખોવયાની જાહેરાત વિચિત્ર રીતે છપાવી.
મારી પત્ની પાંચ દિવસથી ગુમ થયેલ છે. જો કોઇ વ્યક્તિ તેની ભાળ મેળવવાની કોશિશ કરશે કે ભાળ મેળવી આપશે તે પોતાના જાનથી હાથ ધોઈ બેસસે.
*****
સંતા : મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
બંતા : જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.
*****
રીના : હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.
રીટા : મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.
*****
સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી.
પ્રિતો : કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’
સંતા : ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’
*****
બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : મુછ રાખવી છે ?’
સંતા : હા રાખવી છે.
બંતા : (મુછ કાપીને) લે, ક્યાં રાખવી છે ?’
*****
છગન : મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.
દુકાનદાર : એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી જ નાહી લો ને !
*****
એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી.
એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં. આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
*****
એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો
તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : હવે ખબર પડી…!! તમારી લૂંગીનો રંગ જાય છે..!!
*****
સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો. લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.
સંતા કહે : મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો. તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.
*****
સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.
સંતા : મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.
*****
માનવી લગ્ન શા માટે કરે છે ?
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.
*****
સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.
તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?
આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.
*****
એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો. તેને ભગવાનને અરજ કરી.
હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.
આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો :
હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’
*****
            એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:
ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’
પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી પહેલવાન છાપ અગરબત્તીઅને એણે છાપી નાખ્યું- અગરબત્તી છાપ પહેલવાન…!’
****


પપ્પુ એક વખત પેપ્સી સામે રાખીને ઉતરેલી કઢી જેવું મોં કરીને બેઠો હતો. એટલામાં ત્યાં ગપ્પુ આવી ચઢ્યો. ગપ્પુ પેપ્સી ગટગટાવી ગયો અને બોલ્યો :
કેમ પપ્પુ ઉદાસ દેખાય છે ?’
પપ્પુ રડતાં મોંએ બોલ્યો, ‘આજે દિવસ જ સાવ ખરાબ છે. સવારે ઘરવાળી જોડે ઝઘડો થયો, રસ્તામાં કાર પંચર થઈ ગઈ, ઑફિસ મોડે પહોંચ્યો તો શેઠ્યાએ બે-ચાર સંભળાવી અને નોકરીમાંથી નીકાળી દીધો અને હવે મરવા માટે જે પેપ્સીમાં ઝેર નાખીને બેઠો તો એ પણ તું પી ગયો….’
****
છગનના ઘરે ચોર આવ્યા.
તેઓએ હિંદીમાં છગનને પૂછ્યું : સોના કહાં હૈ ?’
ઊંઘણશી છગન ઊંઘમાં જ બોલ્યો : અલ્યા આટલી બધી તો જગ્યા છે, જ્યાં મરજી પડે ત્યાં સૂઈ જા ને. અડધી રાતે બૂમો શેનો પાડે છે !
****
કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે….
ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે
****
છગન : જીવનમાં માત્ર બે શબ્દો જો યાદ રાખીશ તો અનેક દરવાજા ખૂલી જશે.
મગન : એ વળી ક્યા બે શબ્દો ?’
છગન : ‘PUSH’ અને ‘PULL’
****
પતિ : શું તું મારા જીવનનો ચાંદ બનવા માંગે છે ?’
પત્ની (ઉત્સાહથી) : હાહા….!’
પતિ : તો મારાથી 1 લાખ 86 હજાર માઈલ દૂર રહેજે !
****
કર્મચારી : સાહેબ, જબરજસ્ત ટેન્શન છે ! મારી પત્ની કહે છે કે વેકેશનમાં કાશ્મીર લઈ જાવ.
બૉસ : સૉરી ! રજા નહિ મળે.
કર્મચારી : થેન્કયૂ સર ! મને ખાતરી હતી કે સંકટ સમયે તમે જ મદદ કરશો !
****
છગન : સાહેબ, તાજેતરમાં મારાં લગ્ન થયાં છે, કંઈક પગારવધારો કરો તો મહેરબાની !
બૉસ : જે ઘટના ઑફિસ બહાર ઘટે તે માટે ઑફિસ જવાબદાર નથી.
****
સુરતીલાલો પંડિતને : મને સંસ્કૃત શીખવો.
પંડિત : એ દેવોની ભાષા છે.
સુરતી : એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ને નરકમાં ગયો તો ?’
સુરતી : તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !
****
દુકાનના પાટિયાં કદી ધ્યાનથી વાંચ્યા છે ? જુઓ :
(1) ગાંધી હેરડ્રેસર
(2) મલ્લિકા ટેક્સટાઈલ
(3) સલમાન મેરેજબ્યુરો
(4) રાખી સાવંત સત્સંગ મંડળ
****
આજના યુવાનોએ આજના વૃદ્ધોને માન અને સન્માન બંને આપવું જોઈએ કારણ કે આ એ પેઢી છેજે ગુગલ અને વિકીપીડીયા વિના પાસ થઈ છે !
****
એક ભૂત સલૂનમાં વાળ કપાવવા આવ્યું.
કારીગરે કીધું : બેસો, હજી કલાક થશે.
ભૂતે જવાબમાં એવું કંઈક કહ્યું કે બિચારો કારીગર બેહોશ થઈ ગયો.
ભૂતે કહ્યું : મારું માથું અહીં મૂકી જાઉં છું. તું વાળ કાપી રાખજે !
****
છોકરી : ‘I only talk in English. So you better talk in English only. Otherwise I am not interested.’
છોકરો : ‘Ok. Walk away… How many percentage I have….’
છોકરી : ‘What ?’
છોકરો : હાલતી થામારે કેટલા ટકા !
****
નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે.
ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે !
****
બે કીડીઓ સાઈકલ રેસ કરતી હતી.
રસ્તામાં એક હાથી આવી ગયો.
કીડીએ બૂમ પાડી : અલ્યા જાડીયા, મરવું છે કે શું ?’
****
ગોલુ : સર ! મારી પત્ની ખોવાઈ ગઈ છે.
પોસ્ટ માસ્તર : આ પોસ્ટ ઑફિસ છે. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો.
ગોલુ : શું કરું ? આનંદના અતિરેકમાં મને કંઈ સમજાતું નથી.
****
યાર ! હું એક બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું.
એવું તે શું થયું ?’
મારી પત્નીના મેક-અપનો ખર્ચ હું બરદાસ્ત નથી કરી શકતો અને મેક-અપ ન કરે તો પત્નીને બરદાસ્ત નથી કરી શકતો !
****
સંતા : યાર ! મેં એક બાબતની ખાસ નોંધ લીધી છે.
બંતા : કઈ બાબતની ?’
સંતા : રેલવે ફાટક જ્યારે બંધ હોય છે ત્યારે અચૂક ટ્રેન આવે જ છે.
****
ડૉક્ટર : હું તમને એવી દવા આપીશ કે તમે ફરીથી જુવાન થઈ જશો.
દર્દી : ના બેટા ! એવું ન કરીશ. મારું પેન્શન બંધ થઈ જશે.
****
જાદુગર : હવે હું આ ભાઈની ધર્મપત્નીના વચ્ચેથી બે કટકા કરીશ અને તમને જાદુ બતાવીશ.
સંતાસિંગ : રહેવા દો જાદુગરભાઈ…. એક સમસ્યાને બમણી કરો એ કંઈ જાદુ ના કહેવાય….!’
****

No comments:

Post a Comment